કેમ ભરૂચ લોકસભામાં ભાજપના ગઢમાં આમ આદમીને મળ્યા હતા મત..?
ભરૂચ નગરપાલિકાનો ખાડે ગયેલો વહીવટ કેટલાક લોકો પાલિકાને સમજી બેઠા છે પોતાના બાપની પેઢી..?
વીતેલા અઢી વર્ષમાં તો નગરપાલિકાનું નખોદ વળ્યું હાલના અઢી વર્ષમાં પણ જો આવું જ થાય તો સત્તા પક્ષને થઈ શકે છે આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં નુકસાન..
નગરપાલિકાના અધિકારીઓને ચૂકવાતા પગારની રકમ શહેરીજનોના ટેક્સની..
બ્લોગ :- દિનેશ મકવાણા ભરૂચ
કહેવાય છે ને કે સત્તાનો નશો દારૂના નશા કરતા વધુ હોઈ શકે છે બસ હાલમાં ભરૂચ નગરપાલિકામાં કંઈક આવું જ ચાલી રહ્યું છે નગરપાલિકાનો અધિનિયમ શું તે પદાધિકારીઓને કેટલું નોલેજ..? નગરપાલિકાના ડોર ટુ ડોરના વાહનો કેમ અમુક જ વિસ્તારમાં પહોંચે અને તે વાહનો અમુક વિસ્તારમાં ન જવા દેવા માટે પદા અધિકારીઓને પાવર છે ખરો..? જે હોય તે પણ નુકસાન સળવારે આવનાર સમયમાં થઈ શકે છે નગરપાલિકાને..? કારણ જે વોર્ડને પ્રમુખ ઉપપ્રમુખ મળ્યા છે તે વોર્ડ જ ગંદકીથી ખદબદતો રહ્યો છે
સામાન્ય રીતે કહેવાય છે કે સ્વચ્છ અભિયાન હવે નર્કાગાર અભિયાન બની રહ્યું છે કારણ કે પદા અધિકારીઓની અંદરો અંદર ટાટીયા ખેચ પદ્ધતિના કારણે નુકસાન નગરજનોને થઈ રહ્યું છે અને નગરજનો પણ માત્ર આ નુકસાન નો જવાબ ચૂંટણી ટાણે આપતા ખચકાતા નથી તેનો જીવતો જાગતો નમૂનો લોકસભામાં જોવા મળ્યો છે લોકસભામાં ભાજપના ઘડમાં જ આમ આદમી પાર્ટીને મત મળ્યા છે અને એટલા માટે જ કહેવાય છે કે સત્તા પક્ષ હજુ સાનમાં સમજી જાય નહીંતર આવનાર સમયમાં ત્રીજા વિકલ્પ સમો વધુ એક પક્ષ મજબૂત બની રહ્યો છે કારણ કે જે પ્રકારે નગરપાલિકામાં શાસન થઈ રહ્યું છે તે પ્રકારે જે ગત અઢી વર્ષમાં જાતિના પ્રમાણપત્રને લઈ ચિંતામાં રહેલા પ્રમુખે વિકાસ કરવામાં ઉણા ઉતર્યા હતા તે જ પ્રકારે હાલમાં પણ પ્રમુખ પદ ઉપર છે છતાં પોતાના વિસ્તારોમાં કામ નથી કરાવી શકતા આજે પણ એગ્રીકલ્ચર કોલેજની બહાર લોકોએ પોતાનું નાક દબાવીને દુર્ગંધથી બચીને પસાર થવું પડે છે જ્યારે પ્રમુખના જ વોર્ડની આ પરિસ્થિતિ હોય તો અન્ય વોર્ડની શું સ્થિતિ હોઈ શકે એવું કહેવાય છે કે ડમ્પીંગ સાઈડ વિવાદમાં જે લોકો કચરો નાખવા ન દેતા હોય અને પ્રાયમરી કલેક્શનનો વિરોધ કરતા હતા તે વિસ્તારમાં ડોર ટુ ડોરના વાહનો કચરો લેવા જઈ શકશે નહીં અરે ડફોળો આ નગરપાલિકા તમારા બાપની પેઢી નથી..? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે હજુ અઢી વર્ષમાં જો નગરપાલિકાનો વહીવટ ખાડે જશે તો આવનાર સમયમાં કદાચ નગરપાલિકા સત્તા પક્ષ ગુમાવી દે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.. ડોર ટુ ડોરના વાહનોને રૂપિયા તો પુરા ચૂકવાઇ છે ને એ રૂપિયા ક્યાંથી આવે છે..? જનતાના ટેક્સના અને હા તમને ભાન ના હોય તો કહી દઉં માનવ વસ્તી વિસ્તારમાં ક્યારેય પ્રાઇમરી કલેક્શન ડમ્પિંગ સાઈટ ન હોઈ શકે નગરપાલિકાનો અધિનિયમ વાંચી લેજો અને ના આવડે તો હું અધિનિયમ જોડે આવતા બ્લોગમાં લખીશ..?
અધિકારીઓ અને પદાધિકારીઓને વધુ એક ભૂલનું ભાન કરાવી દઉં જનતાના ટેક્સના રૂપિયા માંથી તમારા પાપે થયેલા કૃત્યથી સહાયની રકમ નહીં ચૂકવાઇ અને નગરપાલિકાના અધિનિયમ મુજબ ટેક્સના રૂપિયા ક્યારે કોઈને સહાયરૂપે નહીં ચૂકવાય અને જો કોઈ નગર કમિશનરમાં આ બાબતે 258 કરે તો સહાયની રકમ પરત લેવી પડે..?
Comments
Post a Comment