સોશ્યલ મીડિયા ઉપર ભરૂચ જીલ્લાના 2 વ્યક્તિઓએ પોણા 2 કરોડ રૂપિયા ગુમાવ્યા

ભરૂચમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકે સોશ્યલ મીડિયા ઉપર અડધા લાખ સામે સવા કરોડ ગુમાવતા છેતરપિંડીની ફરિયાદ..


ટેલિગ્રામ અને વોટ્સએપ ઉપર ભેજાબાજો ના સકંજામાં આવેલા ભરૂચના ફરિયાદીએ ૧,૨૦,૩૪,૬૨૫ રૂપિયા તબ્બકા વાર ગુમાવતા છેતરપીંડીની ફરિયાદ નોંધાવી 

રૂપિયા ઈન્વેસ્ટ કરાવી મોટું વળતર મેળવવાની લાલચે ડમી વેબસાઈટની લિંકમાં સાયબર ફ્રોડમાં ગુમાવવા પડયા સવા કરોડ  


દિનેશ મકવાણા ભરૂચ,

કહેવાય છે ને કે જ્યાં લોભયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મળે બેંકમાં ઈન્વેસ્ટ કરવાની લાલચે ભરૂચના દહેગામના ફરિયાદીએ વધુ વળતર મેળવવાની લાલચે અજાણ્યા ભેજાબાજોની ડમી વેબસાઈટની લિંકમાં ફસાઈ જતા ૧૧,૨૦,૩૪,૬૨૫ રૂપિયાની છેતરપિંડી નો ભોગ બન્યા હોવાના કારણે તાત્કાલિક ભરૂચના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં પહોંચી અજાણ્યા સાયબર ફ્રોડો સામે છેતરપિંડી,સાયબર એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચ જીલ્લાના દહેગામના હાફેજી ફળિયામાં રહેતા નુમેર મુસ્તાકઅલી મોહમ્મદ ઈસ્માઈલ પટેલ નાઓ એ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે અજાણયા મોબાઈલના વોટ્સઅપ નંબર 8904681910 ઉપરથી અર્શિતા શર્મા નામની અજાણી વ્યક્તિ ઉપરથી એક લિંક વળી ટેલીગ્રામ યુઝર નામની લિંક આવી હતી અને તેમની સાથે વાતચીતમાં તેઓએ અલગ અલગ લિંકો મોકલી હતી અને અજાણ્યા ભેજાબાજોએ ફરિયાદી સાથે પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરું રચી શરૂઆતમાં ઓનલાઈન ગુગલ મેપ રીવ્યુ ટાસ્ક પૂર્ણ કરી રૂપિયા કમાવાના બહાના હેઠળ લોભામણી લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લઈ શરૂઆતમાં નાની નાની રકમની ચુકવણી કરી ત્યાર બાદ વધુ એક લિંક ડમી વેબસાઈટ ની મોકલી તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવી મોટું વળતર મળવાની ફરિયાદીને લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ સમયે જુદા જુદા બેંક એકાઉન્ટ માંથી ફરિયાદી પાસેથી કુલ ૧,૨૦,૮૧,૦૫૪ જમા કરાવડાવી અને કુલ ૪૬,૪૨૫ પરત કરી કુલ રૂપિયા ૧,૨૦,૩૪,૬૨૫ ની અજાણ્યા ભેજાબાજોએ સાયબર ફ્રોડ કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ભરૂચ સાયબર માં નોંધાવી હતી.

સાયબર પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસીની કલમ ૪૦૬,૪૧૯,૪૨૦ પૂર્વ આયોજીત કાવતરું અંગે ૧૨૦ બી,સાયબર એક્ટ ૨૦૦૮ ૬૬ સી અને ૬૬  ડી મુજબ ગુનો દાખલ કરી અજાણયા ભેજાબાજોનું પગેરું મેળવવાની કવાયત પીઆઈ વિજય બારડ કરી રહ્યા હોવાનું એસએનપી ન્યુઝના પ્રતિનિધિ સાથે વાતચીત કરતા કહ્યું હતું 

*વોટ્સએપ ગૃપ ઈન્વેસ્ટર એલાઈન્સના એડમીનની વાતમાં આવેલા બી.કોમ કરેલાએ અડધો કરોડથી વધુ રૂપિયા ગુમાવવા પડયા*

ભરૂચના સાયબર પોલીસ મથકમાં વધુ એક સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી શ્રવણ ચોકડી મંગલતીર્થ સોસાયટીના રહીશ પ્રદિપ ગુણવતરાય ભટ્ટ નાઓએ છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કર્યા છે કે અજાણ્યા વોટ્સએપ ગૃપ ઈન્વેસ્ટર એલાઈન્સના ગૃપ એડમીન તરીકે કૃણાલસિંગ નામના અજાણયા વ્યક્તિએ વોટ્સઅપ નંબર તથા મીરા ખાન કે જેનો વોટ્સએપ નંબર પરથી તથા અન્ય એક અજાણયા વ્યક્તિ મળી ત્રણ વીઆઇપી એકાઉન્ટ સુપર વાઈઝર તરીકેની ઓળખ આપી ફરિયાદી સાથે પૂર્વ આયોજીત કાવતરું રચી ઓનલાઈન સ્કાય રેમ કેપીટલ નામની કંપનીની વેબસાઈટ ઉપર ઇન્સ્ટી ટ્યુસનલ એકાઉન્ટ ખોલાવી તેમાં સ્ટોક ટ્રેડિંગ કરાવી મોટી રકમનો નફો મેળવવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ફરિયાદીએ ૫૩,૭૦,૬૩૩ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ સાયબર પોલીસ મથકમાં નોંધાવી છે.

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....