સ્કુલ વાન ચાલક ડ્રગ સાથે ઝડપાયો શું તે આપ સાથે જોડાયેલો છે ખરો..? કેમ જિલ્લા પ્રમુખે લેટરપેડ પર કરવો પડ્યો ખુલાસો..
સ્કુલ વાન ચાલક ડ્રગ સાથે ઝડપાયો શું તે આપ સાથે જોડાયેલો છે ખરો..? કેમ જિલ્લા પ્રમુખે લેટરપેડ પર કરવો પડ્યો ખુલાસો..
ભરૂચમાં સ્કુલ વાનમાં વર્ધી મારનાર 62 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો તપાસ દરમિયાન તેનો મોબાઇલ કબજે કરવામાં આવ્યો અને તેમાંથી આમ આદમી પાર્ટીના ગ્રુપ મળી આવ્યા અને તે પાર્ટી સાથે સંકળાયેલો હોય તેવું નિવેદન પોલીસ તરફથી મીડિયા સમક્ષ આપવામાં આવતા જ આપના જિલ્લા પ્રમુખ ભડક્યા હોય તે પ્રકારે તાબડતોબ એક લેટર બહાર પાડી દીધો અને ડ્રગ સાથે ઝડપાયેલો વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો ન હોવાનો રદીયો આપી દીધો છે
સામાન્ય રીતે જે રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોય અને જો તે કોઈ ગુનામાં આવે તો તેની હિસ્ટ્રી બહાર આવતી હોય છે આવું જ 2 દિવસ અગાઉ એસઓજી પોલીસે રહાડપોરના પ્રકાશ અંબાલાલ પટેલ સ્કૂલ વર્ધીની આડમાં ડ્રગ્સની પડીકીઓનું વેચાણ કરી રહ્યો હોવાની બાકીના આધારે ગાડીમાં તપાસ કરતા તેમાંથી 62 ગ્રામ ડ્રગ્સ તથા 20 જેટલી ડ્રગ પેક કરવાની નાનકડી પ્લાસ્ટિકની પેકિંગ વાળી કોથળીઓ અને એક વજન કાંટો મળી આવ્યો હતો પોલીસે તાબડતોબ આરોપીની ધડપકડ કરી તેનો મોબાઇલ જપ્ત કર્યો હતો તપાસ દરમિયાન તેના મોબાઈલમાંથી આમ આદમી પાર્ટીના ગ્રુપ મળી આવ્યા હતા તપાસ દરમિયાન જિલ્લા પ્રમુખ ગ્રુપના એડમીડ હોવાનું સામે આવ્યું હતું
આ સમગ્ર પ્રકરણમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું અને ડીવાયએસપી કક્ષાના અધિકારીએ પત્રકાર પરિષદ સંબોધી જેમાં મીડિયાએ પૂછ્યું ઝડપાયેલો ડ્રગ્સનો આરોપી કોઈ પક્ષ સાથે જોડાયેલો છે તો તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોય અને પ્રચારમાં તેણે કામ પણ કર્યું હોવાનું સામે આવ્યું હતું અને તેના મોબાઇલમાંથી પક્ષના કેટલાક આમ આદમી પાર્ટીના ગ્રુપ પણ મળી આવ્યા હતા જેને લઈને અધિકારીએ ઝડપાયેલો આરોપી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હોવાનું પણ નિવેદન રજૂ કર્યો હોવાનું પણ માનવામાં આવે છે
પરંતુ ડીવાયએસપીના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે લેટરપેડ ઉપર રદિયો આપ્યો ઝડપાયેલો આરોપી આ માર્ગની પાર્ટી સાથે જોડાયેલો નથી પરંતુ જ્યારે કોઈ પોલીસ મીડિયા સમક્ષ નિવેદન આપતી હોય તો તેમની પાસે પુરાવા હોય તો જ નિવેદન રજૂ કરતા હોય છે પરંતુ હાલ તો જિલ્લા પ્રમુખનો રદિયો સુરસુરીયા રૂપી સાબિત થઈ ગયો છે
Comments
Post a Comment