Posts

ભરૂચ વસંત મીલની ચાલ વિસ્તારમાં દેશીદારૂના ધૂમ વેચાણથી મેળાવડો જામતા સ્થાનિકોએ વીડિયો બનાવી વાયરલ કર્યા....

Image
ભરૂચ ના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ વસંત મિલની ચાલ વિસ્તારમાં કંકુ બેન વસાવા નામની મહિલા પોતાના ઘરમાંથી વિદેશી દારૂનું વેચાણ કરી રહી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી અને સ્થાનિકોએ વારંવાર પોલીસને જાણ કરવા છતાં પોલીસ કોઇ કાર્યવાહી ન કરતાં સ્થાનિકોએ પણ તાજેતરમાં ચાલી રહેલી કોરોનાવાયરસ ની મહામારી ના પગલે મહિલા બુટલેગરના ઘરે દારૂ ખરીદવા આવતા લોકોના મેળાવડા થી લોકોને પણ કોરોના નો ભય સતાવી રહ્યો છે ત્યારે સ્થાનિકોએ ઘરમાંથી દારૂનું વેચાણ કરી રહેલ મહિલાના અને દારૂ ખરીદનાર અને સ્થળ ઉપર મેળાવડો જમાવી દારૂનું વ્યસન કરતા લોકો નો વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કર્યો છે ત્યારે આ વીડિયોમાં એક કાગળ પણ વાયરલ કરાયું છે અને તેમાં આક્ષેપ કર્યા છે કે દારૂના વેચાણથી આ વિસ્તારમાં દારૂડિયાઓ અભદ્ર ગાળો ભાંડવા સાથે રોડ ઉપરથી પસાર મહિલાઓ અને છોકરીઓની છેડતી પણ કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં કાયમી ધોરણે દારૂનું દુષણ દુર થાય તે માટે સ્થાનિકોએ દારૂના વેચાણ અંગેના વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કર્યા છે...

એક સાથે 5 કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા... કોવિડ સ્મશાન પણ નાનું પડ્યું....

Image
ભરૂચમાં કોરોના મૃત્યુ ની સંખ્યા વધી રહી છે ત્યારે આજે 7 થી વધુ લોકોના કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજતાં તંત્ર દ્વારા કરાવેલું કોવિંદ -19 સ્મશાનમાં માત્ર 2 જ મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ શકે તેમ છે પરંતુ આજે કોવિંદ-19 સ્મશાનમાં 3 મૃતકોના જ્યારે બે મૃતકોના ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવામાં આવતા એક સાથે પાંચ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા  જેથી તંત્ર એ ઊભું કરેલું  કોવિંદ -19  સ્મસાન નાનું પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જેથી કરી તંત્ર દ્વારા કરાયેલ  કોવિંદ -19  સ્મશાન પણ મોટું કરવામાં આવે તે જરૂરી છે....

શું અખબારી યાદીનું પાલન ભક્તો કરશે ખરા..? ભરૂચ જિલ્લામાં કોરોના અને શંકાસ્પદ 5 ના મોત નવા 33 કોરોના પોઝિટિવ નોંધાયા...

Image
ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વકરી રહ્યું છે છતા લોકોમાં સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે કેટલાય કોરોના પોઝિટિવ દર્દીઓને ભરૂચની સરકારી હોસ્પિટલોમાં સમયસર સારવાર ન મળવાના કારણે વડોદરા અને સુરતની હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી રહી છે ત્યારે તેવા જ બે દર્દીઓ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં થી વડોદરા હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ જીવ ગુમાવ્યા છે ત્યારે ભરૂચમાં કોરોના ની સારવાર માટે દર્દીઓની હાલત કફોડી બની રહી છે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ તથા વડોદરા ની હોસ્પિટલમાં ભરૂચ જિલ્લાના પાંચ જેટલા દર્દીઓના કોરોના અને શંકાસ્પદ રીતે મોત નિપજ્યા છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અંકલેશ્વર ૧૬, ભરૂચ ૧૩, જંબુસર ૧, નેત્રંગ ૧, હાસોટ ૨ મળી ૩૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્યારે હજુ પણ કોરોના વકરી રહ્યો છે પરંતુ જિલ્લા વહીવટી તંત્ર કે આરોગ્ય તંત્ર કોઈ નક્કર નિર્ણય લઇ શકતું નથી આવતીકાલે વહેલી સવારે દશામાં વિસર્જન અર્થે પણ કોઈપણ જાતનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું નથી માત્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અખબારી યાદીમાં પ્રેસનોટ જાહેર કરાઈ છે જેમાં દશા માતાજીનું વિસર્જન ભ...

ભરૂચ સિવિલ હોસ્પીટલમાં સ્ટાફ નર્સની તોછડાઈથી દર્દી ત્રાહિમામ... ભરૂચ સિવિલમાંથી અન્ય હોસ્પિટલમાં પહોંચી સારવાર લે તે પહેલા દર્દીએ રસ્તામાં દમ તોડયો...

Image
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કીડનીની બિમારીથી પીડીત એક દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો. આ દર્દીને સ્થિતિ થોડી ગંભીર થતા શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતી હતી. ૪ થી ૫ દિવસથી દાખલ થયેલા દર્દીની સાથે સ્ટાફ નર્સે તોછડાઈભર્યં વર્તન કરતા હોવાની ફરિયાદ દર્દીની પત્નીએ ઉઠાવી હતી... જેના પગલે તેમના પરિચિત યુવાનોએ હોસ્પિટલમાં પહોંચી સ્ટાફનર્સની તોછડાઈનો વિડિયો ઉતારી વાઈરલ કર્યો હતો... જેને લઈ સ્ટાફનર્સે વધુ આપખુદ બની દર્દીની સાથે અન્યાયી વલણ અપનાવ્યં હતું. દર્દીની પત્નીના કહેવા મુજબ રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ તેના પતિને શ્વાસ લેવામાં વધુ તકલીફ ઉભી થતાં અને બરાબર ઓકિસજન ન લેવાતા તેમણે સ્ટાફનર્સને જાણ કરી હતી. જોકે સ્ટાફનર્સે તત્કાલ દોડી જઈ ચેક કરવાના સ્થાને અમે ભાગી જવાના નથી, જોઇએ છીએ, કરીએ છીએ, તેવા જવાબો આપ્યા હતા. વિડિયો વાઇરલ થતા ગરમાયેલી સ્ટાફનર્સે દર્દીનું ઓક્સિજન પણ બંધ કરી દીધું હતું. જેના પગલે દર્દીના સગા ગભરાઈ ગયા હતા. બનાવની જાણ થતાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ટીમ સિવિલ ખાતે દોડી ગઈ હતી. જ્યાં તેમણે સ્ટાફનર્સ સાથે ફરિયાદ કરતા ચકમક ઝરી હતી. આખરે સિવિલ હોસ્પિટલના...

Online શિક્ષણ બંધ થતા બેરોજગાર બનેલા ભરૂચના શિક્ષકો લાલધૂમ....

Image
સમગ્ર વિશ્વ માં કોરોનાની મહામારી માર્ચ મહિના થી ભરૂચ જીલ્લા માં પ્રવેશી હતી અને ત્યાર થી શાળા અને કોલેજો બંધ કરી દેવા અંગેનો પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરાયો હતો.જેના પગલે પાંચ મહિના થી શાળાઓ બંધ થઈ જતા વિદ્યાર્થીઓ ને કેટલીક શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ પૂરું પાડી રહ્યા હતા અને કેટલાયે વિદ્યાર્થીઓ ઓનલાઈન વિદ્યાર્થીઓ મેળવી પણ રહ્યા હતા.પરંતુ ઓનલાઈન શિક્ષણ અમાનનીય હોવાનું જણાવી સરકારે ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાના નો પરિપત્ર જાહેર કરતા ગુજરાત ના આઠ લાખ શિક્ષકો બેરોજગાર થતા હવે શિક્ષકો એ પણ મેદાન માં ઉતારવાની ફરજ પડી રહી છે.જેના ભાગરૂપે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત ભરૂચ દ્વારા ભરૂચ ની ફેઈથકેલવરી સ્કૂલ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી.જેમાં શિક્ષકો એ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા અને ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણય થી શિક્ષકો ની કમર તોડી રહી હોવાના આક્ષેપો કરવા સાથે બેરોજગાર બનેલા શિક્ષકો ને વેતન અંગે નું પણ સરકારે વિચારવું જોઈએ.સરકારે જે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા અંગે નો પરિપત્ર બહાર પડ્યોછે તેને રદ્દ કરવાની માંગણી સાથે સરકાર ના આ નિર્ણય સામે શિક્ષક મંડળો એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ મા...

ભરૂચના અયોધ્યાનગર સોસાયટી પાસે તાલીમ ખેડૂત કેન્દ્રમાં શરૂ કરવામાં આવનાર કોવિંદ-19 ની સારવાર માટે શરૂ થનાર હોસ્પિટલ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ....

Image
ભરૂચમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે દર્દીઓની સારવાર માટે વિવિધ હોસ્પિટલનું નક્કી કરવામાં આવી રહી છે જેમાં ભરૂચના લિંકરોડ ઉપર આવેલી અયોધ્યાનગર પાસેના કણબી વગા ભરૂચ શહેર ખાતે આવેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નાયબ ખેતી નિયામક તાલીમ ખેડૂત તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે શરૂ કરવામાં આવનાર કોવિડ ૧૯ કોરોના ની સારવાર માટે શરૂ થનાર હોસ્પિટલ રહેણાક વિસ્તારમાં આવતી હોવાના કારણે સ્થાનિકોને કોરોના નું સંક્રમણ સતાવી રહ્યું હોય જેના પગલે સ્થાનિકોએ હોસ્પિટલ ચાલુ ન કરવાની માંગણી સાથે વિરોધ વ્યક્ત કરી ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.. કેટલાક લોકો કોરોના ની સારવાર પણ લઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં કોરોના ની સારવાર માટે હોસ્પિટલ શરુ કરવામાં આવે તો કોરોના નું સંક્રમણ વધી શકે તેવી દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહયા છે....

ભરૂચ સિવિલ હોસ્પિટલની બહાર ઓક્સિજન વિના કોરોના પોઝિટિવ દર્દી રઝળતો, ખાનગી એમ્બ્યુલન્સમાં લઇ જવાયો વડોદરા...

Image
ભરૂચમાં કોરોનાએ ભયાવહ સ્થિતિનું નિર્માણ કર્યું છે. પોઝિટિવ દર્દીઓથી હોસ્પિટલો ઉભરાય છે. બેડ ઓછા પડી રહ્યા છે. ના છૂટકે દર્દીઓને રીફર કરાય છે. જેઓ વડોદરા અથવા સુરત સારવાર માટે દોડે છે. ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલની સારવાર લઈ શકતા નથી જેને લઈ ભરૂચથી રીફર કરાયેલ દર્દીઓને ફરજિયાત વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે. ભરૂચ સિવિલ હૉસ્પીટલમાં બેડ ઓછા હોવાથી આજે બે દર્દીઓએ રીફર કરાયા હતા. જેમને 108માં વડોદરા લઈ જવાતા હતા. જોકે 108માં એક જ ઓક્સિઇજન સિલિન્ડર હોઈ દર્દીને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એમ્બ્યુલન્સ નબીપુર સુધી પહોંચતા જ એક દર્દીની ઓક્સિજન વિના હાલત કફોડી બની હતી. દર્દીના પુત્રે અકબરે 108ના ચાલક પાસે એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ પરત લેવડાવી હતી. જ્યાં હોસ્પિટલના પગથિયાં પાસેજ ખુલ્લામાં દર્દી કણસતો રહ્યો હતો. આખરે કોરોના પોઝિટિવ દર્દીના પુત્ર ઓક્સિજન સહિતની ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને વડોદરા લઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટિવ દર્દીને ખૂબ જ સાવચેતી થી લાવવા લઈ જવાનો હોય છે. જે તંત્રની જવાબદારી છે. પરંતુ ભરૂચનું તંત્ર લાપરવાહ હોવાથી લોકો તેના ભોગ બની રહ્યા છે. થોડા દ...