Posts

Showing posts from October, 2020

ભરૂચની મહિલા PI એ પોલીસ કોન્સ્ટેબલ તથા તેની પ્રેમિકા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી.....

Image
બનાવની મળતી માહિતી અનુસાર ગત તારીખ 7/10/2020 ના રોજ મહિલા પોલીસ મથકે અરજદાર રિયા બેન નિતેશભાઇ વાઘેલા ની પત્ની અને કાળુભાઈ રાજાભાઈ કટારીયાની દીકરીને તથા નિતેશભાઇ ઘનશ્યામભાઈ વાઘેલા તથા તેની પ્રેમિકા નયનાબેન શંભુભાઈ લક્ષ્મણ પટેલ ને 181 અભયમમાં પોલીસ મથકે લવાયા હતા તે દરમિયાન રિયાબેનની પૂછપરછ દરમિયાન કાઉન્સિલિંગ ચાલી રહ્યું હતું તે વખતે નીતેશભાઈ ઘનશ્યામભાઈ વાઘેલાને બહાર બેસવાનું કહેતા તેણે નયનાબેન શંભુભાઈ લક્ષ્મણભાઈ પટેલ ની સાથે ઊભા રહેવાની જીદ કરેલી જેથી નીતીશભાઈને સમજાવેલ કે મારે નયનાબેનને એકલા ને પૂછપરછ કરવી છે તમે બહાર બેસો તેમ કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગઇ અને મહિલા પીઆઇ નયનાબેન વસાવાની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી જેથી તેઓને ફરીથી શાંતિપૂર્વક બહાર બેસવાનું કહેવા છતાં તેઓ માનેલા નહીં અને મહિલા પીઆઇ સાથે મહિલા પોલીસ મથકમાં જ શાબ્દિક બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગે અને તે દરમિયાન નીતેશભાઈ એ મહિલા પીએસઆઇનો હાથ પકડી કહેવા લાગેલા કે મને સસ્પેન્ડ કરવો હોય તો કરી નાખો રિયા ને હું મારી પત્ની તરીકે રાખવાનો નથી નીતેશ તેમ કહેતા નયના પટેલ પણ એકદમ ઉશ્કેરાઈ ગમે તેમ બોલવા લાગેલ અને નયના પટેલે મહિલા પીએસઆઈને

પીડિત પરિવારને મળવા જતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયતને લઇ ભરૂચમાં કોંગ્રેસીઓ રસ્તા ઉપર, પોલીસે અટકાયત કરી...

Image
  ઉત્તરપ્રદેશ માં આદિવાસી સગીરા ના પરિવાર ને સાથવના આપવા જતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ને પોલીસ દ્વારા રોકવામાં આવતા સમગ્ર ગુજરાત માં કોંગ્રેસીઓ માં આક્રોશ ફાટી નીકળ્યો છે.ત્યારે ભરૂચ જીલ્લા માં પણ ગતરોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી આદિત્યનાથ ના પૂતળા નું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ ની તાના શાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો ૨જી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી અને ભારત દેશ ની વિભૂતિ લાલા બહાદુર શાસ્ત્રી ની જન્મ જ્યંતી પણ મનાવવામાં આવે છે.ત્યારે આજે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા ની આગેવાની માં ભરૂચ ના રેલવે સ્ટેશન સ્થિત ઉત્તર પ્રદેશ માં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ની ધરપકડ ના મુદ્દે ધરણા પ્રદર્શન કરવા માટે મંડપ લગાવ્યો હતો.જે ધરણા પ્રદર્શન યોજાય તે પહેલા જ પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યો હોવા છતાં કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો એ વિરોધ પ્રદર્શન કરવા માટે ભરૂચ ના રેલવે સ્ટેશન સ્થિત મહાત્મા ગાંધી અને લાલા બહાદુર શાસ્ત્રી  ની જન્મ જ્યંતી નિમિત્તે તેઓની તસ્વીર ને ફુલહાર કરી પુષ્પાંજલી પાઠવી ઘરણા પ્રદર્શન ના શ્રી ગણેશ કરી રોડ

ભરૂચના ખેડૂતે પોતાની જમીન પાછી મેળવવા વકીલની ફી એકત્ર કરવા ભીખ માંગવા મજબૂર, ખેડૂતની ઈચ્છા મૃત્યુની માંગ...

Image
  ભરૂચ ના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ વિશ્વનાથ ટાઉનશીપ માં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ચંદુભાઈ રોજાહરા ની ૧૧ વીંઘા જમીન સુરત ના કામરેજ તાલુકા માં આવેલી છે અને આ જમીન સ્થાનિક ગ્રામ પંચાયત ના તલાટી,સરપંચો,મામલતદાર કચેરી ના અધિકારીઓએ ખેડૂત ને અંધારામાં રાખી જમીન કોઈ ટ્રસ્ટ ને પધરાવી દેતા પોતાની જમીન પરત મેળવવા ચંદુભાઈ રોજાહરા એ રાજ્યપાલ,વડાપ્રધાન,મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવા છતાં તેઓની જમીન તેઓ ને પછી નહિ મળતા આજે ગાંધી જ્યંતીના દિવસે ગાંધી ચિંધ્યા માર્ગે પોતાની જમીન પરત મેળવવા અને સુપ્રિમ કોર્ટના દ્વારે જવા માટે વકીલ ની ફી ની રકમ એકત્ર કરવા માટે ભરૂચ ના રેલવે સ્ટેશન સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ગળામાં  સૂત્રો વાળું બોર્ડ લગાવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ન્યાય મેળવવા ભીખ માંગવા હાથ માં કટોરો લઈ જાહેર માર્ગ ઉપર બેસી જતા માર્ગો ઉપર થી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ કટોરામાં રૂપિયા નાંખતા નજરે પડ્યા હતા અને લગભગ એક કલાક જાહેરમાર્ગ ઉપર ભીખ માંગી રહેલા ખેડૂત ચંદુભાઈ રોજાહરાની પોલીસે ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા અને ભીખ માંગી રહેલા ખેડૂતે