લો બોલો :- ભરૂચમાં ન્યાયના મંદિરમાં વકીલોએ જ વકીલોની સામે બાયો ચઢાવી..?
પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ પોતાના માનિતા વકીલોને જ બોલાવીને કામ આપતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત.. વકીલ બાર એસોસિએશનના પ્રમુખ સહિત વકીલ મંડળે ભરૂચ એસપી આઈજી ડીજીપી તથા ડિસ્ટ્રિક્ટ જજને લેખિતમાં કરી રજૂઆત દિનેશ મકવાણા ભરૂચ ભરૂચ કોર્ટમાં ઘણા આવતા કેસોમાં જે તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ તેઓના માનિતા વકીલો ને બોલાવી કામ આપતા હોવાના આક્ષેપ સાથે ઘણા પોલીસ સ્ટેશનના નામ સહિતની ફરિયાદ વકીલ બાર એસોસિએશનના પ્રમુખની આગેવાનીમાં ભરૂચ એસપી ડીજીપી આઈજી તથા ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ રજૂઆત કરતા પોલીસ બેડામાં ખળભળટ મચી ગયો છે ભરૂચમાં વકીલો એ જ વકીલોની સામે બાયો ચઢાવી હોય તેવો મામલો સામે આવ્યો છે જેમાં વકીલ બાર એસોસિએશનના પ્રમુખએ વકીલ મંડળો સાથે ડિસ્ટ્રિક્ટ જજ તથા ભરૂચ એસપી આઈજી અને ડીજીપીને સંબોધીને વિનંતી પત્ર સાથે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે કેટલાક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ તેઓના માનીતા વકીલોને જ કામ આપતા હોય અને તેમાં તેમને શું ફાયદો થતો હશે તેવા સવાલ ઉભા કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં કેટલા વકીલોના વકીલાતનામાઓનો ઉપયોગ કરાયો છે અને એક જ વકીલ...