એક અઠવાડિયામાં 2 દુષ્કર્મ 1 છેડતી અને 1 સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ.. ક્યાં છે મહિલા અને બાળકીઓની સુરક્ષા..?
ભરૂચ જિલ્લો ઉદ્યોગ નગરી સુરક્ષાના નામે મીંડુ ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં નરાધમના કૃત્યથી આઠ દિવસની સારવાર બાદ સગીરાએ દમ તોડ્યો.. આમોદના એક ગામમાં નરાધમે બીજી વખત 72 વર્ષની વૃદ્ધા ઉપર દુષ્કર્મ કર્યુ ભરૂચ શહેરમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તો તેનાથી 100 મીટરની હદમાં મહિલા પાસે અભદ્ર માંગણીની ફરિયાદ.. દિનેશ મકવાણા ભરૂચ ભરૂચ જિલ્લો ઔદ્યોગિક નગરી માનવામાં આવે છે પરંતુ હવે ઔદ્યોગિક નગરી માં સ્થાનિકો કેટલા સુરક્ષિત તેવા પ્રશ્નો વચ્ચે હાલ એક અઠવાડિયામાં જ ભરૂચ જિલ્લામાં 2 દુષ્કર્મ એક છેડતી અને એક સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાઈ ગઈ છે અને એક દુષ્કર્મ માં તો એક જ નરાધમે બીજી વખત ભોગ બનનાર ઉપર દુષ્કર્મ આચર્યું હોવાના ચોકાવનારા અહેવાલો સામે આવ્યા છે આમ તો ભરૂચ જિલ્લાને ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે અનેક રાજ્યમાં જેટલા ઉદ્યોગ હોય તેટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે જેના કારણે ઉદ્યોગ નગરીમાં પરપ્રાંતીય લોકો મોટા પ્રમાણમાં રોજગારી મેળવતા હોય છે અને આ રોજગારી મેળવતા પરપ્રાંતીઓને સ્થાનિકો જ આશરો આપતા હોય છે ભરૂચ જિલ્લાની અને એક ઔદ્યોગિક નગરીમાં ખુલ્લી જગ્યામાં લોખંડના મોટ...